Radha Ne Rovu Padyu Bhagwan Ne Jovu Padyu

હો, રાધા ને જુદાઈ મળ્યા મીરા ને ઝેર
કેમ વિધાતા તારે પ્રેમિયો થી વેર

હો, રાધા ને જુદાઈ મળ્યા મીરા ને ઝેર
કેમ વિધાતા તારે પ્રેમિયો થી વેર

હો, છોડ્યો ના શ્યામ ને તે કર્યો મજબુર
પ્રીતમ ને પ્રીત થી કરી દીધો દૂર
રાધા ને પણ રોવું પડ્યું, ભગવાન ને પણ જોવું પડ્યું
રાધા ને પણ રોવું પડ્યું, ભગવાન ને પણ જોવું પડ્યું

હો, બાળા બાળપણ ની આ રાધા ની પ્રીત
બંસી ના સુર માં હતા રાધા ના ગીત
હો, ઘડી એ ના રેતો રાધા વિના નો શ્યામ
રાધા ના મુખે પણ માધા ના નામ

હો, એવી તે શું હશે પ્રેમિયો ની ભૂલ
કરમાઈ ગયું આ પ્રેમ નું રે ફૂલ

રાધા ને પણ રોવું પડ્યું, ભગવાન ને પણ જોવું પડ્યું
રાધા ને પણ રોવું પડ્યું, ભગવાન ને પણ જોવું પડ્યું

હો, રાધા ને માધા ના વિયોગ થયાં
ભગવાન પણ ખુદ હારી ગયા
હો, મનુ રબારી કહે, "કેહવું મારે એમ, ભગવાન ને તો મળવા દેવો તો પ્રેમ"

હો, છોડ્યો ના શ્યામ ને તે કર્યો ના વિચાર
પ્રીતમ ની પ્રીત સામે થઈ ગયી હાર

રાધા ને પણ રોવું પડ્યું, ભગવાન ને પણ જોવું પડ્યું
રાધા ને પણ રોવું પડ્યું, ભગવાન ને પણ જોવું પડ્યું

Credits
Writer(s): Mayur Nadiya, Manu Rabari
Lyrics powered by www.musixmatch.com

Link