Radha Ne Shyam 2.0

કે તારી માટે નઈ તો, રાધા માટે આવ-આવ શ્યામ
વનરાવન રે બોલાવે
કે તારી માટે નઈ તો, રાધા માટે આવ-આવ શ્યામ
વનરાવન રે બોલાવે
હો, રાસ રે ભુલાવ્યો કાના
સુર રે વિલાયો કાના
રાસ રે ભુલાવ્યો મીઠો
સુર રે વિલાયો
તું તો કીધા વીન ચાલી ગયો સાવ
હો, વનરાવન રે બોલાવે
કે તારી માટે નઈ તો, રાધા માટે આવ-આવ શ્યામ
વનરાવન રે બોલાવે

છોડી લીલા છાંયડા શું કામ?
ગયો કોરા દરિયા ને તીર
તારા તે વિજોગ માં, ઓ શ્યામ
ખરા થયા જમુના ના નીર
ધોળા દરિયા ના તીર, કાલા જમુના ના નીર
રે એમાં વચમાં છે રાધા કેરી નાવ
હો, હજુ દિન-રાત કાના, જુવે તારી વાત કાના
હજુ દિન રાત ઘેલી, જુવે તારી વાત વધુ ઘેલી તું એને ના બનાવ
હો, વનરાવન રે બોલાવે
કે તારી માટે નઈ તો, રાધા માટે આવ આવ શ્યામ
વનરાવન રે બોલાવે

હે, ઓ જી, હો ...
હે મીઠી, મીઠી મોરલી નો નાદ, આયો શ્યામ...
આયો રે મારો શ્યામ, આયો રે શ્યામ
દીઠી-દીઠી રાધા ને સુવાંગ, રમે શ્યામ...
રમે રે રાધા શ્યામ
હો, ઉગ્યો ચોક માં ઉજાસ, જાંખુ ચાંદ નું આકાશ
પૂરી થશે સૌની આસ, જાગ્યો રોમે-રોમે રાસ
રમે શ્યામ, રમે રે રાધા શ્યામ

હો, બાજે અનહદ નાદ, ગુંજે અંતર માં સાદ
આજે પ્રેમ ની સુવાસે, જાગ્યો રોમે-રોમે રાસ

રમે શ્યામ
રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ

રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ
રમે રે રાધા શ્યામ



Credits
Writer(s): Sachin Jaykishore Sanghvi, Bhargav Purohit, Jigar Saraiya
Lyrics powered by www.musixmatch.com

Link