Chandaliyo Ugyo Re - Extended Version From "Naadi Dosh"

આઘે આઘેથી મનની ડેલીએ
આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે

ઊંડે ઊંડેથી હરખું ઘેલી રે
હું તો શમણાં એ આંજું નેણ
ચાંદલિયો ઉગ્યો રે

ઓલી આંકેલી નદીયું હાથમાં
ઓલી આંકેલી નદીયું હાથમાં
એના મહેંદી એ વાળ્યાં વેર
ચાંદલિયો ઉગ્યો રે

આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે

કાચી કુંવારી મારી નીંદર ઉતરાવી
મને જાગતી મેલીને જાય રાતો
જાકું છીને તો કાંઈ કોને કહું રે બાઈ
કેવી તે લુંમઝુમ વાતો

જાણે સોને મઢયા મારા દિવસો બધા
એને રૂપેરી આપ્યા નેર
ચાંદલિયો ઉગ્યો રે

આઘે આઘેથી મનની ડેલીએ
કાંઈ આવ્યા આકાશી કેર
ચાંદલિયો ઉગ્યો રે



Credits
Writer(s): Bhargav, Bhargav Purohit, Kedar
Lyrics powered by www.musixmatch.com

Link